SCIENCE

 1 ખોરાક ના ઘટકો કયા કયા છે

👉 કાર્બોદિત પ્રોટીન ચરબી ખનીજ ક્ષાર અને વિટામીન 2 કોણ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે 👉 વનસ્પતિ 3 વનસ્પતિ સજીવ છે કે નિર્જીવ 👉 સજીવ 4 વનસ્પતિ શેનો શેનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે 👉 કાર્બન ડાયોક્સાઇડ પાણી ખનીજ ક્ષાર અને સૂર્યપ્રકાશ 5 પોષક તત્વો શા માટે જરૂરી હોય છે 👉 સજીવોને તેમના શરીરના બંધારણ નુકસાન પામેલા ભાગોની સુધારણા તથા શક્તિની પ્રાપ્તિ માટે અને જૈવિક ક્રિયાઓ માટે જરૂરી છે 6 પોષણ એટલે શું 👉 સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે 7 સ્વાવલંબી પોષણ પધ્ધતિ એટલે શું 👉 સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે અને તેમાંથી પોષણ મળી શકે છે તેવા સજીવો સ્વાવલંબી પોષણ ધરાવે છે 8 વનસ્પતિ કઇ પોષણ પધ્ધતિ ધરાવે છે 👉 સ્વાવલંબી પોષણ પધ્ધતિ 9 પરાવલંબી પોષણ પધ્ધતિ એટલે શું 👉 પ્રાણીઓ અને બીજા ઘણા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી મેળવે છે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેથી તેઓ પરાવલંબી પોષણ પધ્ધતિ ધરાવે છે 10 વનસ્પતિમાં ખોરાક બનાવવાનું "કારખાનું" ક્યાં હોય છે 👉 પર્ણ માં 11 વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કાચી સામગ્રી ક્યાંથી મેળવે છે 👉 જમીનમાંથી 12 વનસ્પતિના મૂળ દ્વારા શેનું શોષણ થાય છે 👉 પાણી અને ખનીજ ક્ષાર 13 વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ સેના દ્વારા લઈ શકે છે 👉 પર્ણરંધ્રો દ્વારા 14 પાણી અને ખનીજ ક્ષારો નું વહન શેમા થાય છે 👉 વાહિનીઓ નળીની જેમ મુળ પ્રકાંડ તેની શાખાઓ અને પર્ણોમાં આવેલી હોય છે કે જેના દ્વારા પાણી અને ખનીજ તત્વોનો વહન થાય છે 15 પર્ણોમાં એવું શું હોય છે કે જેથી તે પોતાનો ખોરાક જાતે બનાવે છે 👉 હરિતદ્રવ્ય કે જેને અંગ્રેજીમાં ક્લોરોફિલ કહેછે 16 શેની હાજરીમાં કાર્બોદિતનું સંશ્લેષણ થાય છે 👉 સૂર્યપ્રકાશની હાજરી માં 17 પ્રકાશસંશ્લેષણ એટલે શું 👉 સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોય તો તે ઘટનાને પ્રકાશસંશ્લેષણ (photosynthesis) કહે છે 18 બધા જ સજીવો માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે 👉 સૂર્યઉર્જા 19 પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કયો વાયુ ઉત્પન્ન થાય છે 👉 ઓક્સીજન (પ્રાણવાયુ) 20 પર્ણોમાં કાર્બોદિત નું શેમાં રૂપાંતર થાય છે 👉 સ્ટાર્ચ

Comments

Popular posts from this blog

ગુજરાતના મહત્વના તળાવો

સત્યાગ્રહો ક્રમમાં

FULL FORMS